રચિન રવીન્દ્ર-ગાયકવાડે ફિફ્ટી ફટકારી; નૂર અહેમદે 4 વિકેટ ઝડપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
IPL-2025ની ત્રીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું. મુંબઈની ટીમ સતત 13મી સિઝનમાં પોતાની પહેલી મેચ હારી ગઈ છે. ટીમે છેલ્લે 2012માં રાજસ્થાન સામે જીત મેળવી હતી.
- Advertisement -
ચેપોક સ્ટેડિયમ ખાતે, ચેન્નઈએ 156 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 6 વિકેટે ચેઝ કર્યો. ઈજઊં તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (53 રન) અને રચિન રવીન્દ્ર (અણનમ 65 રન)એ ફિફ્ટી ફટકારી. રવીન્દ્ર જાડેજાએ 17 રનનું યોગદાન આપ્યું. મુંબઈ વતી ડેબ્યૂ કરતા વિગ્નેશ પુથુરે 3 વિકેટ લીધી. દીપક ચહર અને વિલ જેક્સને 1-1 વિકેટ મળી. અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 31, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 29 અને દીપક ચહરે અણનમ 28 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી નૂર અહેમદે 4 વિકેટ લીધી, જ્યારે ખલીલ અહેમદે 3 વિકેટ લીધી.
ધોનીએ સૂર્યાને 0.12 સેક્ધડમાં સ્ટમ્પ આઉટ કર્યો
11મી ઓવરમાં નૂર અહેમદે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. તેને વિકેટ પાછળ એમએસ ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યો. મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આગળ આવીને મોટો શોટ રમવા માંગતા હતા, પરંતુ ચૂકી ગયા. અહીં ધોનીએ ઝડપી સ્ટમ્પિંગ કર્યું.
- Advertisement -