IPLની પ્લેઑફ્ફની ચાર ટીમો ફાઈનલ : હવે ‘ટોપ-ટુ’ માટે રેસ
સૂર્યકુમારની જબરદસ્ત ફિફ્ટી; સેન્ટનર-બુમરાહે 3-3 વિકેટ ઝડપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મુંબઈ ઇન્ડિયન્સે IPL 2025ના પ્લેઑફમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે બુધવારે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવ્યું. MI પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે.
ગુજરાત, બેંગલુરુ અને પંજાબ પહેલેથી જ પ્લેઑફમાં પહોંચી ચૂકી છે.વાનખેડે સ્ટેડિયમ ખાતે 181 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી દિલ્હીની ટીમ 18.2 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સમીર રિઝવીએ 39 રન બનાવ્યા. MI તરફથી જસપ્રીત બુમરાહ અને મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ ઝડપી.ટોસ હાર્યા બાદ બેટિંગ કરતી મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 73 રન બનાવ્યા. તેણે નમન ધીર સાથે મળીને છેલ્લા 12 બોલમાં 48 રન ઉમેર્યા. નમન 8 બોલમાં 24 રન બનાવી અણનમ રહ્યો. દિલ્હી તરફથી મુકેશ કુમારે 2 વિકેટ લીધી.19મી ઓવર નાખી રહેલા જસપ્રીત બુમરાહે મુસ્તફિઝુર રહેમાનને બોલ્ડ કરી દીધો. આ સાથે દિલ્હી 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
- Advertisement -
મુંબઈએ આ મેચ 50 રનથી જીતીને પ્લેઑફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 18મી ઓવરના છેલ્લા બોલ પર દિલ્હીએ પોતાની નવમી વિકેટ ગુમાવી દીધી છે. કુલદીપ યાદવને કર્ણ શર્માએ આઉટ કર્યો.દિલ્હીએ 16મી ઓવરમાં પોતાની આઠમી વિકેટ ગુમાવી દીધી. ત્રીજા બોલ પર જસપ્રીત બુમરાહે માધવ તિવારીને બોલ્ડ આઉટ કર્યો. માધવે 3 રન બનાવ્યા. બુમરાહની આ બીજી વિકેટ છે.દિલ્હીએ 10મી ઓવરમાં પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. ઓવરના પાંચમા બોલે જસપ્રીત બુમરાહે ટ્રિસ્ટન સ્ટબ્સને LBW આઉટ કર્યો. સ્ટબ્સ માત્ર 2 રન બનાવી શક્યો. દિલ્હીએ આઠમી ઓવરના છેલ્લા બોલ પર ચોથી વિકેટ ગુમાવી દીધી. અહીં વિપરાજ નિગમ 20 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ સેન્ટનરે કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. સાતમી ઓવર ફેંકતા જસપ્રીત બુમરાહે પોતાની પહેલી ઓવરમાં ફક્ત 5 રન આપ્યા.