ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થીનીએ 99.99 ઙછ સાથે રાજકોટનું નામ રોશન કર્યું
સફળતા માટે રોજનું રોજ વર્ક રોજ કરો, દરરોજ રીવીઝન પણ જરૂરી: ક્રિશા મુલીયા, દીકરીને સફળતા અપાવવા વકીલ પિતા એ પણ કોઈ કસર છોડી નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. જેમાં રાજકોટની વિદ્યાર્થીની મુલીયા ક્રિશાએ 99.99 ઙછ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી ક્રિશા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર છે અને દરેક ધોરણમાં પ્રથમ અથવા બીજો નંબર મેળવી હરહંમેશ પરિવારનું નામ રોશન કરતી રહી છે. ખાસ ખબરે ક્રિશા અને તેમના પિતા એડવોકેટ નિલેશભાઈ સાથે વાત કરી હતી. જે મુજબ; તેમના પિતા જણાવે છે કે ક્રિશા હંમેશા પહેલેથી જ ભણવામાં ખુબ જ હોંશિયાર છે. પરંતુ ધોળકિયા સ્કૂલમાં દરેક બાબતનું ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. ચાર્ટ દ્વારા વિદ્યાર્થીની ક્ષમતા અને નબળાઈ તેમના માતા-પિતાને પણ જાણ કરવામાં આવે છે. જેથી બાળકને ક્યાં વિષય પાર વધુ તૈયારીની જરૂર છે તે સારી રીતે જાણી શકાય છે. તેથી અમે લકો આ દરેક વાતોનું ધ્યાન રાખતા અને ક્રિશા પણ પોતે સત્તત મહેનત કરતી. 99.99 ઙછ મેળવી અતિ હોંશિયાર ક્રિશાએ સમગ્ર ગુજરાતમાં રાજકોટનું નામ રોશન કર્યું છે. ખાસ ખબર પણ ક્રિશાને અનેક શુભકામનાઓ પાઠવે છે.
એકવાર નક્કી કર્યું એટલે કરવાનું જ
ખાસ ખબરે ટોપર ક્રિશા સાથે વિશેષ વાત કરી હતી તેમાં તેણીએ જણાવ્યું કે, મારી સફળતાનું મુખ્ય કારણ અથાગ મહેનત અને પુરુષાર્થ છે. તેમજ એકવાર જે નક્કી કર્યું તે હંમેશા પૂર્ણ કરવાનું જ. સવારે 7 થી બપોરે 1 સ્કૂલ ગયા પછી બાકીના સમય દરમ્યાન આયોજનબદ્ધ મહેનત કરતી હતી. સ્કૂલ દ્વારા લેવામાં આવતી નિયમિત પરીક્ષા પણ સારી રીતે આપી હતી. કોઈ ટ્યુશન ક્લાસ કે એક્સ્ટ્રા લેક્ચરની જરૂર પડી નથી. નિયમિત સ્કૂલે જવાથી અને શિક્ષકોના માર્ગદર્શન મુજબ મહેનત કરવાથી સફળતા મળી છે. છેલ્લે ફક્ત 2-3 દિવસ જ પરીક્ષા અગાઉ રજા હતી, પરંતુ ત્યાં સુધી મે નિયમિત સ્કૂલ ટેસ્ટ આપી છે. જેના ફળરૂપે આ સફળતા મળી છે.
- Advertisement -
વકીલ પિતા પણ દીકરી માટે અનેક રાતો જાગ્યા
ક્રિશાના પિતા એડવોકેટ નિલેશભાઈએ ખાસ ખબરને વિશેષમાં જણાવ્યું કે, તેમની દીકરી રાત્રે 2:30 વાગ્યે વાંચવા જાગતી હતી. તેથી હું પણ તેને કંપની આપવા માટે 2 વાગ્યાથી જાગી જતો હતો. આ સિવાય મારુ જે સવારથી નિયમિત કામ હોય તે જલ્દીથી પતાવીને રાત્રીના 10 વાગ્યા સુધી ક્રિશા સાથે જ રહેતો. જેથી તે સારી રીતે ભણી શકે અને તેને ક્યારેય એકલું ન લાગે કે કંટાળો ન આવે. બીજું કે મારી દીકરી એકવાર જે નક્કી કરે તે કરે છે. અમારી વચ્ચે 1-1 માર્ક્સને લઈને ચર્ચાઓ થતી. સ્કૂલ તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ રહ્યો જેથી આ સફળતા મળી શકી. અમે જયારે ધોરણ 8માં ધોળકિયામાં એડમિશન લીધું ત્યારે જ નક્કી કર્યું હતું કે 10માં ધોરણમાં 99.99 ઙછ લાવવા છે અને ત્યાં ફોટો લગાવવો છે. જે આજે સફળ બન્યું છે.



