મુલાયમસિંહ યાદવના બીજા પત્ની સાધના ગુપ્તાનું ફેફસાની બીમારીને કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયું છે.
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને યુપીના પૂર્વ સીએમ મુલાયમસિંહ યાદવના બીજા પત્ની સાધના ગુપ્તાનું અવસાન થયું છે. પત્નીના નિધનના સમાચાર સાંભળીને મુલાયમ ભાંગી પડ્યાં હતા.
- Advertisement -
ફેફસાની બીમારીથી પીડિત હતા સાધના ગુપ્તા
સાધના ગુપ્તા મુલાયમસિંહ યાદવની બીજી પત્ની હતા અને તેઓ છેલ્લા ઘણા સમયથી ફેફસાની બીમારીથી પીડિત હતા.
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં હતા દાખલ
સાધના યાદવને છેલ્લા ચાર દિવસથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના યાદવને આઈસીયુમાં ભરતી કરવામાં આવી હતી. સાધના યાદવ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. સાધના યાદવને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સાધના યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની
સાધના યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની છે. સાધના યાદવના દીકરાનું નામ પ્રતિક યાદવ અને તેની વહુ અપર્ણા યાદવ છે. અપર્ણા યાદવ ભાજપના નેતા છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ અપર્ણા યાદવ સપા છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. સાથે જ સપા સુપ્રીમો અખિલેશની સાધના યાદવ સાવકી માતા છે.
- Advertisement -
સાધના ગુપ્તા અખિલેશના સાવકી માતા
ઉલ્લેખનીય છે કે પહેલી પત્નીનું અવસાન થતા મુલાયસિંહ યાદવે સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યાં હતા અને તેમની બીજી પત્નીથી પ્રતિક યાદવ નામનો એક દીકરો છે. પ્રતિકની વહુ અપર્ણા યાદવ ભાજપ નેતા છે.