ખાસ-ખબર સંવાદદાતા
પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા સાથે સહકારીતા સેલના સંયોજક અશોકભાઈ ડાંગર, સહસંયોજક યશ સોજીત્રાએ વિચારવિમર્શ કરી રાજકોટ મહાનગર શહેરના ભાજપ સહકારીતા સેલ કમિટીના સભ્યોના નામની જાહેરાત કરી હતી. જેમાં કારોબારી સભ્ય તરીકે રઘુભાઈ વી. સોહલા, ચિરાગ પાણખાણીયા, રામાનુજ એચ. સાપરા, જેનીશ પટેલ, વિજયભાઈ રાઠોડ, હર્ષિલભાઈ શાહ, દિગ્વિજયસિંહ રાણાની નિમણુંક કરવામાં આવેલ હતી.
આ વરણીને શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ડો. ભરતભાઈ બોઘરા, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નયનાબેન પેઢડીયા, કમલેશ મિરાણી, અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.