વાયરલ વિડીયોમાં દેખાતી યુવતીઓ નહીં પણ વ્યંઢળ હોવાનું ખૂલ્યું; જાહેરમાં ચેનચાળા મામલે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણી અને બિભત્સ ડાન્સનો વીડિયો વાયરલ થતાં સરદારનગર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે રસ્તા પર આયોજન કરી જાહેરમાં ચેનચાળા કરનારા યુવક મુકેશ મકવાણાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુકેશનો જન્મદિવસ હોવાથી તેના પરિચિત કિન્નરોના કહેવાથી ગુજરાત બહારથી કેટલાક કિન્નર તેને આશીર્વાદ આપવા આવ્યા હતા. આ દરમિયાન મુકેશે તેમની સાથે ડાન્સ કર્યો હતો. વીડિયોમાં યુવક સાથે ડાન્સ કરતી દેખાતી તે યુવતીઓ નહીં, પણ કિન્નર હોવાનું ખુલ્યું છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ચંપાવતે જણાવ્યું કે વીડિયો વાયરલ થતા જ આરોપીની ઓળખ કરી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.