ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ દ્વારા પોરબંદર જિલ્લાના લોકસભાના મીડિયા પ્રભારી તરીકે મુકેશ બુંદેલાને જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશ બુંદેલા છેલ્લા 4 ટર્મથી પ્રદેશ મીડિયામાં જોડાયેલા છે. મુકેશ બુંદેલાએ કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને નરેન્દ્રભાઈ મોદી તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રહીને કાર્ય પણ કરેલું છે. આજરોજ મીડિયા પ્રભારીની જવાબદારી સોંપવા બદલ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ મીડિયા ક્ધવીનર ડો. યજ્ઞેશભાઈ દવેનો મુકેશ બુંદેલાએ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આપે મુકેલા વિશ્ર્વાસને સાર્થક કરવા હું હંમેશાં પ્રયત્નશીલ રહીશ.