મુકેશ અંબાણીએ રિલાયન્સ જિઓના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને પુત્ર આકાશ અંબાણીને જિઓની કમાન સોંપી છે.
રિલાયન્સ જિઓની કમાન હવે અંબાણીના 30 વર્ષીય પુત્ર આકાશી અંબાણીના હાથમાં આવી છે. રિલાયન્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં રિલાયન્સ જિઓના નવા ચેરમેન પદે આકાશ અંબાણીની વરણીને લીલીઝંડી આપી છે. મુકેશ અંબાણીએ જિઓના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે મંગળવારે જાહેરાત કરી હતી કે અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. ફર્મે કહ્યું કે તેણે નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અંબાણીના પુત્ર આકાશ અંબાણીને બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.
- Advertisement -
પંકજ મોહન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે
રિલાયન્સની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પંકજ મોહન પવારને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જાહેર કર્યાં છે.
Billionaire Mukesh Ambani resigns from board of Reliance Jio; son Akash made chairman: Co filing
— Press Trust of India (@PTI_News) June 28, 2022
- Advertisement -
બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નવી નિયુક્તી
-27 જૂન, 2022 થી શરૂ થતા 5 (પાંચ) વર્ષના સમયગાળા માટે સ્વતંત્ર ડિરેક્ટર્સ તરીકે નિયુક્ત કંપનીના એડિશનલ ડિરેક્ટર્સ તરીકે રમિન્દર સિંહ ગુજરાલ અને કે.વી.ચૌધરીની નિમણૂકને મંજૂરી આપી હતી, જે શેરધારકોની મંજૂરીને આધિન છે.
-શેરધારકોની મંજૂરીને આધિન, 27 જૂન, 2022 થી શરૂ થતાં પાંચ (5) વર્ષના સમયગાળા માટે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પંકજ મોહન પવારની નિમણૂકને મંજૂરી આપી હતી.
-27 જૂન, 2022 ના રોજ કામના કલાકોના અંતથી અમલમાં આવતા કંપનીના ડિરેક્ટર તરીકે મુકેશ ડી અંબાણીના રાજીનામાની નોંધ લીધી હતી.
-કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન તરીકે નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આકાશ એમ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી હતી.
કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં શું કહ્યું
કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “સ્ટોક એક્સચેન્જો દ્વારા 20 જૂન, 2018 ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, અમે આ સાથે પુષ્ટિ કરીએ છીએ કે રમિન્દર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાના કોઈપણ આદેશ અથવા આવી અન્ય કોઈ સત્તાના આધારે ડિરેક્ટરના પદ પર રહેવાથી બાકાત રાખવામાં આવ્યા નથી.