મંગળા રોડ પર ફાયરીંગ પ્રકરણમાં એસઓજી દ્વારા 14 આરોપીઓની ધરપકડ
મુરઘા ગેંગનો લીડર સમીર હજુ પણ પોલીસ પકડથી દૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મંગળા રોડ પર પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધ ફાયરીંગની ઘટનામાં એસઓજીએ કુખ્યાત મુરઘા ગેંગને હથીયાર સપ્લાય કરનાર જંગલેશ્વરના કુખ્યાત શખ્સને દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી લઈ તેની સામે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
મંગળા રોડ પર તા.29ના રોજ મોડી રાત્રીના પેંડા ગેંગના ભયલુ ગઢવી, મેટીયો ઝાલા સહીતની ટોળકીએ ધસી જઈ મુરઘા ગેંગ પર અંધાધુંધ ફાયરીંગ કર્યા હતા જયારે સામા પક્ષે સંજલો જુણેજા અને મુરઘા સહીતની ટોળકીએ પણ સામે ભડાકા કરતા નાસભાગ મચી ગઈ હતી. બનાવને પગલે પોલીસે બન્ને ગેંગ સામે ગુનો નોધી બંને ગેંગના 10 તેમજ પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર લક્ષ્મીવાડીના શખ્સને હથિયાર સાથે તેમજ આશરો આપનાર બે શખ્સોની ધરપકડ કર્યા બાદ મુરધાને હથીયાર આપનાર સપ્લાયરની એસઓજી પીઆઇ એસ એમ જાડેજા, પીએસઆઈ ધ્રાંગુ સહિતની ટીમે શોધખોળ શરુ કરી હતી દરમિયાન હાર્દિકસિંહ પરમાર અને દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે સપ્લાયર જંગલેશ્વરમાં રહેતા મુજકકીર ઉર્ફે મુઝુડો દિલાવર પઠાણને ઝડપી લઈ તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્તીસ મળી આવતા પોલીસે તેની સામે વધુ એક ગુનો નોધી તેની ધરપકડ કરી હતી હથીયાર સાથે પકડાયેલો મુઝુડો અગાઉ હત્યાની કોશીષ અને રાયોટીંગ સહિતના ગુનામાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો છે તે હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને સમીર ઉર્ફે મુરઘાને કેટલા સમય પુર્વે હથીયાર આપ્યુ હતુ ? તે સહીતની પુછતાછ હાથ ધરી છે આ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ગેંગ લીડર સમીર ઉર્ફે મુરઘો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.



