મુંબઈમાં વરસાદને લીધે એર ઇન્ડિયાની સવારની ઉડાન 2 કલાક લેટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ મોડી પડવાની સમસ્યાનો સાંસદ અને ક્રિકેટર જાડેજા તથા તેની પત્નીએ પરેશાની ભોગવવી પડી હતી. વરસાદને કારણે એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટ 2 કલાક મોડી પડતાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, તેમના પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા તેમજ જૂનાગઢના ભાજપના લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા પરેશાન થઈ ગયા હતા. મુસાફરોની સાથે આ મહાનુભાવોએ પણ મોડી ફ્લાઇટની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એર ઇન્ડિયાની મુંબઈની આ ફ્લાઈટ રાજકોટથી 7.55 ને બદલે 9.55 વાગ્યે મુંબઈ જવા રવાના થઈ હતી. મુંબઈમાં વરસાદને કારણે એક પછી એક ફલાઈટ કેન્સલ થઈ રહી છે અને અમુક ફ્લાઈટ મોડી પડી રહી છે
ત્યારે આજે સવારથી એર ઇન્ડિયાની ફ્લાઇટ 2 કલાક મોડી પડી હતી. બાદમાં ઈન્ડિગોની 11.55 વાગ્યાની ફ્લાઈટ 12.20 વાગ્યે રાજકોટથી મુંબઈ જવા માટે રવાના થાય છે. જોકે, આજે વરસાદના કારણે આ ફ્લાઈટ મુંબઈથી રાજકોટ પહોંચી શકી ન હતી અને તેથી રાજકોટથી મુંબઈની ફ્લાઈટ રદ થઈ હતી. જેને લીધે 100થી વધુ મુસાફરોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. જેને લીધે કલેક્શન ફ્લાઈટમાં જવા માગતા મુસાફરોએ ભારે મુશ્કેલી ભોગવી હતી. આ ઉપરાંત ઇન્ડિગોની રાજકોટથી મુંબઇની રાતની ફ્લાઈટ પણ પોણા 2 કલાક મોડી પડી હતી. રાતની 7.05 વાગ્યાની ઇન્ડિગોની મુંબઇની ફ્લાઈટ 8.55 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોચી હતી. જેને કારણે રાજકોટથી મુંબઈની ફ્લાઈટમાં જવા માગતા મુસાફરોએ કલાકો સુધી રાજકોટ એરપોર્ટ ઉપર ફ્લાઇટની રાહ જોઈ હતી અને મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં વરસાદ ચાલી રહ્યો છે ત્યારે વાતાવરણમાં વિઝિબિલિટી ન હોવાથી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે અને તેને કારણે ફ્લાઈટ કેન્સલ કરવી પડી રહી છે તો અમુક ફ્લાઈટ મોડી પડતા મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યા છે.