ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં હાલ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ એટલે કે MPL T20 ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ જ ટૂર્નામેન્ટના ક્વોલિફાયર 2માં એવી ઘટના જોવા મળી હતી, જેને જોઈને બધા આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે એક ક્લીન બોલ્ડ માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડી હતી. બેટ્સમેને બોલ રમ્યો અને કોઈ સંપર્ક ન થતા તેણે વાઈડ બોલ માટે અપીલ કરી, પરંતુ જ્યારે બેલ્સ પડી ગયા, ત્યારે બધાને લાગ્યું કે તે બોલ્ડ થઇ ગયો છે.
તરનજીતે પુનેરીના બેટ્સમેન યશને સ્પિનમાં ફસાવ્યા
તરનજીતે પુનેરીના બેટ્સમેન યશ ક્ષીરસાગરને પોતાની સ્પિનમાં ફસાવ્યા હતા. તે તરનજીતની સ્પિન રમવામાં નિષ્ફળ ગયો અને બોલ લેગ સ્ટમ્પને સ્પર્શીને નીકળી ગયો.
- Advertisement -
થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો
આ દરમિયાન બેટ્સમેન ઓફ-સ્ટમ્પની બહાર જતો રહ્યો અને એવો વ્યવહાર કરવા લાગ્યો કે તે બોલ વાઈડ આપવી જોઈએ, કારણ કે બોલ સાથે તેનો કોઈ સંપર્ક થયો ન હતો, જ્યારે બોલર અને વિકેટકીપરે આઉટની અપીલ કરી હતી. જો કે અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. આ સ્થિતિમાં થર્ડ અમ્પાયરની મદદ લેવાઈ, જ્યાં પ્રથમ રિપ્લે જોયા પછી, થર્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.