લોકોના સુખ-સમૃદ્ધિ માટે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ શહેરના વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈને ગણપતિ બાપ્પાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમરેલી જિલ્લા સહિત સમગ્ર વિસ્તારના લોકોના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
આ ધાર્મિક અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમગ્ર શહેર ’ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.