જેની ફેંસ આતુરતાથી રાહ જોતા હતા તે ક્ષણ આવી ચુકી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે.
રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી મચઅવેટેડ ફિલ્મ ડંકીનું ટીઝર હવે ફેંસના સામે આવી ચુક્યું છે. કિંગ ખાનના 58માં જન્મદિવસ પર ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. એવામાં શાહરૂખ ફેંસ માટે 2 નવેમ્બર ડબલ સેલિબ્રેશન લઈને આવ્યું હતો.
- Advertisement -
શું છે ડંકીની સ્ટોરી?
ફિલ્મની પહેલી ઝલક ‘ડંકી ડ્રોપ 1’ રાજકુમાર હિરાનીના સિનેમાની શાનદાર ઝલક આપે છે. ફિલ્મમાં 4 મિત્રોની સ્ટોરી જણાવવામાં આવી છે. જે લંડન જવાનું સપનું જોવે છે. વિદેશ જવા માટે તે બધી જ વસ્તુઓ કરે છે.
શાહરૂખ ખાને પોતાના આ મિત્રોને લંડન લઈ જવાની જવાબદારી લીધી. ડંકી પ્રેમ અને દોસ્તીને સેલિબ્રેટ કરે છે. ટીઝરમાં ઘણા ફન એલિમેન્ટ જોવા મળે છે. મૂવીના કેરેક્ટર્સ ખૂબ જ કલરફૂલ છે. ખૂબ જ જલ્દી ફિલ્મનું ડ્રોપ 2 રિલીઝ કરવામાં આવશે.
- Advertisement -
આ વર્ષે આવેલી બે ફિલ્મોમાં શાહરૂખ ખાનનો સુપરસ્ટાર અંદાજ જોવા મળ્યો. પડદા પર એક્શન કર્યા બાદ એક્ટર ડંકીમાં અલગ રોલમાં જોવા મળી રહ્યા છે. તેનું આ પાત્ર ખૂબ જ સિમ્પલ છે.
પરંતુ દિલને સ્પર્શી લે તેવું છે. ડંકી ડ્રોપ 1માં શાહરૂખનું ફન સાઈડ જોવા મળ્યું છે. શાહરૂખ અને તેમના મિત્રોની જુગલબંદી દમદાર જોવા મળે છે. વિક્કી કૌશલનો સ્વેગ ફેંસના દિલ જીતી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ડંકીની પહેલી ઝલકને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.