ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ સ્થિત આંતરરાષ્ટ્રીય બિઝનેસ ફોરમ, જેનું જાળવું દિલ્હી, મુંબઈ, ચેન્નઈ જેવા મેજર શહેરોમાં પણ છે, અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુએસએ વચ્ચે ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. ફોરમના સચિવ હિરેન ગાંધી અને ચેમ્બરના પ્રતિનિધિ રાજીવ ભવસાર અને કાર્યકારી નિર્દેશક જગદીપ અહલુવાલિયાની ઉપસ્થિતિમાં આ કરાર સાકાર થયો છે.
- Advertisement -
કરારના મુખ્ય મુદ્દાઓ જેમાં દ્વિપક્ષીય વેપાર મજબૂત કરવું, બંને ચેમ્બર વચ્ચે વેપાર, રોકાણ, અને સાંસ્કૃતિક સહકાર વધારવા માટે નિયમિત આયોજન કરવા સહમતી થઈ, હિરેન ગાંધી દ્વારા ગુજરાતના મુંદ્રા, પિપાવાવ અને કંડલા પોર્ટ પર કેન્દ્રિત સહયોગ માટે હ્યુસ્ટન પોર્ટ ઓથોરિટી સાથે અલગથી એમઓયુ કરવા સૂચન થયું, જગદીપ અહલુવાલિયાએ જણાવ્યું કે 2025માં ટ્રમ્પ સરકારની સંભવિત રચનાથી ભારત માટે અમેરિકામાં વધુ તકો ઉપલબ્ધ થશે, ખાસ કરીને જ્યારે અમેરિકાની ચીનની સામે ભારતને પ્રાધાન્ય મળશે. બંને બિઝનેસ ફોરમ દ્વારા રોકાણના માર્ગદર્શક પદ્ધતિઓ, જેમ કે ઈબી-5 વિઝા માટે વકીલોની ચકાસેલી મદદ, એફડીઆઈ માર્ગદર્શન, અને ટેક્સ સહાયતા સહિત અન્ય સેવાઓની વ્યવસ્થા કરવા સહમતી થઈ છે.
વિવિધ ક્ષેત્રોમાં ફોકસ જેવા કે ફાર્મા, ટેક્સટાઇલ, કૃષિ, આઈટી, ફૂડ પ્રોસેસિંગ, બિલ્ડિંગ મટિરીયલ, રિયલ એસ્ટેટ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, અને ગાર્મેન્ટ જેવા સેક્ટરોમાં વિશેષ પ્રવૃત્તિ હાથ ધરવા સંકલ્પ લીધો, બંને ચેમ્બર દ્વારા સાંસ્કૃતિક મેલમિલાપ અને વિસ્તૃત આર.ડી. માટે ડેટા અને માર્કેટ પોઝિશન શેરિંગ પર પણ ભાર મુકાયો હતો. આ તકે મિસ અવની રાવે સાંસ્કૃતિક વિનિમય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં મહિલાઓના સશક્તિકરણ માટે માર્ગદર્શિકા આપી. ધર્મેન્દ્ર જોશી દ્વારા ઇન્ડિયન અને અમેરિકન યુનિવર્સિટીઓ વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટના વિચારો રજૂ કર્યા હતા. આ તકે 26 પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યા હતા. બંને ચેમ્બર્સે 2024માં ભાવિ યોજના રજૂ કરી અને તેના માટે વ્યાપક પ્રયાસો કરવાનો સંકલ્પ લીધો હતો.



