તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહમાં બેઠું હોય તેવું દ્રશ્યમાન થયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
થાનગઢ ખાતે નગરપાલિકાના અણઘડ વહીવટને લીધે આખુંય થાનગઢ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું વારંવાર સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાતો કરી રહી છે ત્યારે થાનગઢ નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોવા છતાં વિકાસ તો દૂર સ્થાનિકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ અનેક રજૂઆતો કરવી પડે છે તેવામાં થાનગઢમાં ઠેર ઠેર ગંદકી, ઉકરડા, ગંદા પાણી જાહેર માર્ગ પર ભરાવવાની પરિસ્થિતિથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે તેવામાં ગત બે દિવસ પૂર્વે વરસાદના લીધે થાનગઢથી ચોટીલા તરફ જવા માટેના મુખ્ય માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય જામ્યું છે. આ ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સાથે ગંભીર અકસ્માત થવાનો ભય સતત રહે છે.
- Advertisement -
જ્યારે અનેક અજાણ્યા વાહન ચાલકો તો ખાડા માં ગરકાવ પણ થઈ ચૂક્યા હોવાનું અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે તેવામાં સ્થાનિક તંત્ર હજુય કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહમાં બેઠું હોય તેવું નજરે પડે છે ત્યારે મુખ્ય માર્ગ પર પડેલા માસ મોટા ખાડા નું તાત્કાલિક સમારકામ હાથ ધરી મોટી દુઘતાથી જાનહાનિ બચાવવા માટે તંત્ર પાસે લોકો માંગ કરી રહ્યા છે.



