DAY–NULM યોજના અંતર્ગત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં કાર્યરત કર્મચારીઓ માટે દંતોપત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમીક શિક્ષા અને વિકાસ બોર્ડનાં ઉપક્રમે મોટીવેશનલ ટ્રેનીગ કાર્યક્રમ
રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખાનાં DAY-NULM યોજના અંતર્ગત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત તાંત્રિક તજજ્ઞો તથા સમાજ સંગઠકો માટેદંતોપત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમીક શિક્ષા અને વિકાસ બોર્ડ રાજકોટ ખાતે તા.૦૧/૦૭/૨૦૨૧ના રોજ મોટીવેશન ટ્રેનીંગનું કોવિડ–૧૯ની ગાઈડ લાઈન મુજબ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનો પ્રારંભ શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ અને અગ્નિ શામકદળ ચેરમેન મતિ જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા કરવામાં આવેલ હતો.
- Advertisement -
આ તકે શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ અને અગ્નિ શામકદળ ચેરમેન મતિ જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં પ્રોજેક્ટ શાખા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગ માટે કામ કરતી શાખા છે અને આ શાખાનાં માધ્યમથી છેવાડાનાં શહેરી ગરીબો સુધી સરકારની વિવિધ યોજનાઓ લાભ પહોચાડવા મહત્વની ભૂમિકા ભજવે છે. જે માટે તમામને અભિનંદન પાઠવેલ તેમજ આ ટ્રેનીગમાં સવિશેષ ઉપસ્થિતી મહિલા કર્મચારીઓની હોય સશક્ત સમાજના નિર્માણમાં નારીની ભૂમિકા અગત્યનો ભાગ ભજવે છે. સાથોસાથ આવનારા દિવસોમાં પણ આપ બધા કર્મચારી શહેરી ગરીબો માટે સવિશેષ કામગીરી કરો એવી શુભેચ્છા પાઠવેલ હતી. તદુપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયાએ જણાવેલ કે, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળે તે દિશામાં સતત જાગૃત રહેવા અપીલ કરેલ.
આ મોટીવેશનલ ટ્રેનીંગમાં રીઝનલ એડવાઈઝરી કમિટી દંતોપત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમીક શિક્ષા અને વિકાસ બોર્ડનાંચેરમેન સહદેવ સિંહ જાડેજા દ્વારા કર્મચારીઓને જે કામ હાથ ધરો તેમાં ૧૦૦% સફળતાપ્રાપ્ત કરવા તમો જે ફિલ્ડમાં કામ કરો છો તે ક્ષેત્રની તમામ પ્રાથમિક માહિતીથી પરિચિત થઈ લોકો સાથે હકારાત્મક અભિગમ કેળવવો જરૂરી છે. એ દિશામાં વિગતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
- Advertisement -
આ તકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસર એચ.જી. મોલીયા દ્વારા પોતાની કામગીરીના અનુભવોનાં દ્રષ્ટાંતો સાથે ઈશ્વરે આપણને શહેરી ગરીબોના ઉત્થાનમાટે કાર્ય કરવાની તક આપી છે તેમાં સવિશેષ યોગદાન આપી કામગીરી કરવા લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર મોટીવેશનલ કાર્યક્રમમાં દંતોપત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમીક શિક્ષા અને વિકાસ બોર્ડના રીઝ્યોનલ ડાયરેક્ટર એચ.આર જરીયાએ સમગ્ર ટ્રેનીંગ કાર્યક્રમમાં ફિલ્ડમાં પડતી મુશ્કેલીઓ ફિલ્ડનાં પ્રાથમિક પશ્નો, સ્થાનિક પરિસ્થિતિ, વહીવટી કામગીરીમાં નિપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે કરવાના સફળ પ્રયત્નોની સરળ શૈલીમાં કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માર્ગદર્શન આપવામાંઆવેલહતું.
આ મોટીવેશનલ ટ્રેનીંગ કાર્યક્રમમાં શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ અને અગ્નિ શામકદળ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા રીઝનલ એડવાઈઝરી કમિટી દંતોપત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમીક શિક્ષા અને વિકાસ બોર્ડનાંચેરમેન સહદેવ સિંહ જાડેજા નહેરુ યુવા કેન્દ્રના બીપીનભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહાયક કમિશનર એચ.આર.પટેલ તથાશિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન માટી જ્યોત્સનાબેન ટીલાળાનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ઓફિસર એચ.જી.મોલીયા તથા પ્રોજેક્ટ શાખાના સમાજ સંગઠકો એ જહેમત ઉઠાવી હતી.