ભાષા લુપ્ત થાય ત્યારે સંસ્કાર અને વિચારો મૃતપાય થાય છે
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાના શાપુરમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રદર્શનને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ નિહાળ્યું હતું.આ પ્રસંગે સરપંચ ટીનુભાઈ ફડદુએ આયોજકોના આ કાર્યક્રમને બિરદાવી અભિનંદન આપી શાળાના શ્રેષ્ઠ શિક્ષણ માટે શાપુર પંચાયત દ્વારા તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી.તેમજ શાપુરની જવાહર વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે 5 લાખના ખર્ચે અદ્યતન લાયબ્રેરી બનાવવાની જાહેરાત કરી હતી.તેમજ આગામી સમયમાં આ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનો સન્માન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ડો. વિજય ગૌસ્વામીએ તાજેતરમાં થયેલ સર્વેમાં વિશ્ર્વમાં દર અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે.ભાષા જ્યારે લુપ્ત થાય ત્યારે સંસ્કાર અને વિચારો મૃતપાય થાય છે.