સોરઠ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી
કેરી, અડદ, મગ, બાજરી, શાકભાજી વગેરે પાકને નુકસાન
ઉમરેઠી ગામે 2 વીઘામાં વાવણી કરેલાં મરચીના પાકને વ્યાપક નુકસાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
સોરઠ પંથકના તાલાલા ગીર વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે માવઠાના મારથી ઉનાળુ પાકને વ્યાપક નુકશાન થયું છે. જેમાં કેસર કેરી, અડદ, મગ, બાજરી સહીત શાકભાજીના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જયારે વિસાવદરમાં મીની વાવાઝોડું થતા વૃક્ષો સાથે વીજ પોલ અને ટીસી ધરાશાય થયા છે ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેતી પાકને નુકશાન થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે. જયારે ગીરમાં તેમજ ગીર કાંઠા વિસ્તારના લાલપુર, વેકરીયા, રાજપરા, લીમધ્રા અને બરડીયા સહીતના ગામોમાં તારાજી સર્જી છે અને નદી નાળાઓમાં પૂર આવી ગયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. ગીર પંથકમાં આવેલા વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. સાથે ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થયું છે. અડદ, મગ, બાજરી, શાકભાજી વગેરે પાકને નુકસાન થયું છે. તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના ખેડૂતે મરચીનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. તાલાલા પંથકના ગામડામાં છેલ્લા છ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયું છે.
આ ઉપરાંત ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. તાલાલા પંથકમાં ઉનાળુ પાકમાં અડદ, મગ, બાજરી, મરચા, શાકભાજી પાકનું વાવેતર થયું હતું. પરંતુ છેલ્લા છ દિવસથી પડી રહેલા વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના ખેડૂત માલદેભાઈ લખમણભાઈ રામે જણાવ્યું હતું કે, બે વીઘામાં મરચીનું વાવેતર કર્યું હતું. સારું ઉત્પાદન થાય તે માટે ગ્રોકવર, મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે પાક સારો હતો અને ઉત્પાદન પણ સારું થયું હતું. પરંતુ છેલ્લા છ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ફ્લાવરિંગને અસર થઈ છે. વરસાદ બાદ મરચી કાઢી નાખવી પડે તેવી સ્થિતિ છે. તેમજ ઉત્પાદનની સામે આ વર્ષે ભાવ પણ મળ્યા ન હતા. વાતાવરણના કારણે મરચીના પાકમાં નુકસાન થયું છે. બેથી અઢી લાખની ઓછી ઉપજ થઈ છે. નફો જતો રહ્યો છે. ગોવિંદભાઈ રામે જણાવ્યું હતું કે, બાજરી અને અડદના પાકને નુકસાન થયું છે. છ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. અમારી બાજુની વેકરી (વોંકરા)માં પુર આવી ગયું છે.
- Advertisement -
ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરી વળતર આપવા માંગ
જયારે સોરઠ પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાકને ભારે નુકશાન થયું છે. એવા સમયે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી કે, ખેડૂતોના પાકને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને વળતર ચુકવામાં આવે, માવઠાના મારથી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે. જેમાં ખાસ કરીને આંબાના બગીચા સહીત બાગાયત ખેતી કરતા ખેડૂતોને વધુ નુકશાન થયું છે. તેની સાથે અન્ય ઉનાળુ પાકને પણ ભારે નુકશાન થયું છે. જે વરસાદ જૂન મહિના જોવા મળતો હતો તે મેં મહિનાની શરૂઆતમાં ખેડૂતો માટે આફત બની આવ્યો છે. ત્યારે સરકાર ધરતી પુત્રોને વેહલી તકે સહાય મળે તેવી માંગ ઉઠી છે.