અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 145મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ આજે નગરચર્યાએ નીકળશે. 2 વર્ષ બાદ રથયાત્રાનો લાભ મળતા ભક્તોમાં દર્શનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા
ભગવાનની રથયાત્રામાં દર વર્ષે અમીછાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા છે. શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું છે.
- Advertisement -
સરસરપુરમાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન
કોરોનાકાળના બે વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી રહી છે, ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનની રાહ જોવાઈ રહી છે. ભગવાનના આગમનને લઇ સરસરપુરમાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ભક્તોને સરસપુર સ્થિત દેસાઈની પોળમાં બનાવવામાં આવેલી રજવાડી ખીચડી પ્રસાદમાં આપવામાં આવ્યો હતો.
મામેરામાં ઉપસ્થિત રહેવા ભક્તોએ બેન્ડવાજા સાથે ગરબાની રમઝટ બોલાવી
રથયાત્રાને લઇને સરસપુરમાં ભગવાનના મોસાળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના મામેરામાં ઉપસ્થિત રહેવા ભક્તોએ બેન્ડવાજા સાથે ગરબાની રમઝટ બોલાવી.
રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકોનો કાફલો જોડાયો
કોરોના કાળના બે વર્ષ બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઈ બળભદ્રની રથયાત્રા ધામધૂમથી નીકળી રહી છે, ત્યારે ખાડિયા ભક્તિના રંગમાં રંગાયું છે. નાથના વધામણાં કરવા માટે ખાડિયાના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી યાત્રા પરંપરાગત રીતે આગળ વધી રહી છે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકોનો કાફલો જોડાયો છે.
લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે
રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે. પૂરજોશમાં કરતબ સાથે અખાડાના ટ્રકો આગળ પસાર થઇ રહ્યાં છે. રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.