‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘ગો ગ્રીન’નો સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા
સર્વેશ્ર્વર ચોક કા રાજા : કાલે શનિવારે ગણેશ વિસર્જન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અયોધ્યાના રામમંદિર પર આધારિત પંડાલ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સાથે જ બાર જ્યોતિર્લિંગ તથા દુંદાળાદેવના દર્શનની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. અહીં દરરોજ સવારે 8:30 કલાકે મંગળા આરતી, સાંજે 7:45 કલાકે મહાઆરતી અને રાત્રે 12:00 કલાકે શયન આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. ગો ગ્રીન’ તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાવો’નો સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. રામ મંદિરમાં બિરાજમાન ગજાનન ગણેશ દાદાને ગુરુવારે સાંજે 5 વાગ્યે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. રામ મંદિરમાં કૃષ્ણ સ્વરૂપે બિરાજમાન ગણેશદાદાના અત્યાર સુધીમાં બે લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા. સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગણેશમહોત્સવના અંતિમ દિવસે રાત્રે ડ્રો યોજાશે. તેમજ કાલે શનિવારે દાદાને ભારે હૈયે વિદાય આપી વિસર્જન કરવામાં આવશે.
ગણેશ મહોત્સવમાં ભાવિકો અને શહેરના શ્રેષ્ઠીગણ તેમજ સમાજના આગેવાનો સહિત રાજકીયક્ષેત્રના તમામ મહાનુભાવો દાદાના દર્શને આવી મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે મહોત્સવના નવમાં દિવસે મહાઆરતીમાં અગ્રણી બિલ્ડર તથા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ બગડાઈ તથા સિનેમેક્સ ગ્રુપના દિવ્યરાજસિંહ જાડેજા વડારી સ્ટેટ, હર્ષ કોઠારી, અગ્રણી ચાર્મીશ પટેલ, સાગર સોરઠીયા, ધારવ કાકડીયા તેમજ ઢોસા હબના ઓનર દીપકભાઈ ચંદારાણા સહપરિવાર સહિતના મહાનુભાવોએ દાદાના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો.
- Advertisement -