2024નું રાજકોટ સિવિલનું સરવૈયું
35 લાખથી વધુ લેબ ટેસ્ટ, 34 હજારથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા
- Advertisement -
1618 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી સાથે 1.22 લાખ દર્દીઓની ઇન્ડોર સારવાર
સિવિલમાં ICUના 205 બેડ,14 સુપર સ્પેશિયાલિસ્ટ, 273 સ્પેશિયાલિસ્ટ, 482 રેસિડન્ટ ડોક્ટર્સ ખડેપગે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂરિયાતમંદ લોકોના આરોગ્યના હિતાર્થે રાજ્ય સરકારનો અભિગમ હંમેશા સંવેદનશીલ રહ્યો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રના 10 લાખથી વધુની વિક્રમી ઘઙઉ સારવાર સાથે 1.22 લાખથી વધુ દર્દીઓને ઇન્ડોર સારવાર પુરી પાડી લાઈફ લાઈન સાબિત થઈ છે. જેમાં જરૂરી 50 હજારથી વધુ નાની-મોટી સર્જરી પણ સામેલ છે. સિવિલમાં ઈંઈઞના 205 બેડ મળી 1618 બેડ છે. અહીં વર્ષ દરમિયાન 35 લાખથી વધુ લેબ ટેસ્ટ તો 34 હજારથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા છે.
આ અંગે વિગત આપતા સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ જણાવ્યું હતુ કે, રાજકોટ શહેર સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી અહીં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર – સુશ્રુષા માટે આવતા હોય છે. અહીં 24 કલાક ઇમર્જન્સી સારવાર ઉપલબ્ધ છે. રોજની સરેરાશ 3 હજારથી વધુની ઘઙઉ સહિત વર્ષ દરમ્યાન કુલ 10 લાખ 55 હજારથી વધુની ઘઙઉ થઈ છે. જેમાં દર્દીની પ્રાથમિક તપાસ અને જરૂરિયાત મુજબ દવા અને અન્ય સારવાર પુરી પાડવામાં આવે છે. જે પૈકી જરૂરિયાત મુજબ દર્દીઓને રોગની આગળની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. વર્ષ 2024માં 1 લાખ 22 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે. જેમાં વિવિધ શાખામાં થઈ મેજર 14,563 અને માઇનોર 37,705 જેટલી સર્જરી પણ સામેલ છે. રાજકોટ સિવિલ ખાતે દર્દીની સારવાર માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે. વર્ષ દરમિયાન 35 લાખ 75 હજારથી વધુ બ્લડ, યુરીન સહિતના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 34 હજારથી વધારે એક્સ-રે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13,144 સીટી સ્કેન અને 10,404 ખછઈં પણ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ સાથે સંલગ્ન ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતા અને બાળ વિભાગ કાર્યરત છે. જેમાં વર્ષ દરમિયાન 10 હજારથી વધુ પ્રસૂતા મહિલાઓની ડિલિવરી કરવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ ખાતે 21 હજારથી વધુ દર્દીઓને ગત વર્ષમાં સારવારનો લાભ મળ્યો છે. અહીં ઙખજજઢ બિલ્ડીંગ ખાતે અદ્યતન ઇન્ફ્રાસ્ટક્ચર સાથે સુપર સ્પેશિયાલિટી વિભાગ, ઓપરેશન થીએટર, ડાયાલિસિસ સહિત ઇન્ડોર સેવા પુરી પાડવામાં આવે છે. બેડની વાત કરીએ તો, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈંઈઞની વિવિધ કેટેગરીના કુલ 205 બેડ મળીને સિવિલ ખાતે કુલ 1,118 બેડ જ્યારે મહિલા અને ચાઈલ્ડ વિભાગના 500 બેડ મળીને કુલ 1,618 બેડની ઇન્ડોર સારવારની કેપેસીટી છે.
- Advertisement -
સિવિલ ખાતે 205 ઈંઈઞ બેડની સુવિધા
CU 10, SICU 10, MICU 10, Þeyfp¡ ICU 10, PICU 24+ HDU 24+27, NICU 90 OBICU + HDU 10+14 dmu ન્યુર ICU મળી કુલ 205 બેડ 205 છે.
સિવિલ ખાતે સ્પેશિયાલિટી ઉપલબ્ધ સેવાઓ
ઈમરજન્સી વિભાગ, મેડીસીન વિભાગ, રેડીયોલોજી વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, ગાયનેક વિભાગ, ઈ.એન.ટી વિભાગ, દાંત વિભાગ, પીડીયાટ્રીક વિભાગ, આંખ વિભાગ, ટી.બી અને ચેસ્ટ વિભાગ, સ્કીન વિભાગ, એનેસ્થેસિયોલોજી વિભાગ, આયુર્વેદિક અને હોમીયોપેથીક (ઘઙઉ), કસરત વિભાગ
સુપર સ્પેશિયાલિટી સેવાઓ
પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરો સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પીડીયાટ્રીક સર્જરી, નેફ્રોલોજી અને ડાયાલીસીસ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પીડીયાટ્રીક ઓર્થોપેડીક સર્જરી, ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, ન્યુટ્રીશન રીહેબીલીટેશન સેન્ટર
સિવિલ ખાતે સેવારત તબીબી સ્ટાફ
સુપર સ્પેશિયાલિસ્ટ 14, સ્પેશિયાલિસ્ટ 273, રેસિડન્ટ 482 ડોક્ટર્સ, 90 મેડિકલ ઓફિસર્સ, 733 નર્સિંગ, અન્ય સહાયક 401 સહીત 1100થી વધુ સંલગ્ન સ્ટાફ.