વાહનોના નિયમોનો ભંગ કરનારા વિરૂદ્ધ RTOની કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહનોના નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આર.ટી.ઓ. રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2024ના ઓગસ્ટ માસ દરમ્યાન ગુનાહિત વાહનો જેના કુલ 1445 જેટલાં કેસ ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં 50,32,908 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આર.ટી.ઓ. દ્વારા ઓવરલોડ વાહનના 143 કેસ, ઓવર ડાઇમેન્સનના 36 કેસ, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 53 કેસ, ટેક્ષ વગર ચાલતા વાહનોના 13 કેસ, વ્હાઇટ લાઇટ કઊઉ ચેકિંગ, રોંગ-લેન ડ્રાઇવિંગ ચેકિંગના કેસ 68, રેડિયમ રેફલેકટર વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 33 કેસ, ફિટનેસ વગર વાહન ચલાવનારના 71 કેસ, હેલ્મેટ, સીટબેલ્ટ, પી.યુ.સી. વીમા વગર વાહન હાંકરનાર 339 કેસ, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડના 4+72 કેસ, છીામ જીામ 84 કેસ, ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવનારના 97 કેસ અને અન્ય ગુનાઓના 36 કેસ નોંધાયા હતા. આમ કુલ 1445 કેસ નોંધાયા અને આર.ટી.ઓ.એ કુલ રૂા. 50,32,908નો દંડ ફટકાર્યો છે.