ખાસ-ખબર સંવાદદાતા
લોકોને સ્વાસ્થ સેવા હેઠળ વિવિધ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળી રહે એ માટે અમદાવાદમાં અત્યારસુધીમાં 7.25 લાખથી વધુ લાભાર્થીને પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડ આપવામાં આવ્યા છે.છેલ્લા બે મહિનામાં ટેકનિકલ ક્ષતિથી કામગીરી ઠપ થવા અંગે મ્યુનિ.તંત્ર તરફથી 57 ફરિયાદ જનરેટ કરી મોકલવામાં આવી છે.પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડ અંગેની કામગીરી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે.