-NDRFની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી, કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા
મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. ભૂસ્ખલનની આ ઘટનામાં 50 લોકો દટાયા હોવાની આશંકા છે. NDRFની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. રાયગઢ પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 3 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે.
- Advertisement -
#WATCH | Maharashtra: Rescue operation underway by NDRF after a landslide occurred in Irshalwadi village of Khalapur tehsil of Raigad district.
According to the Raigad police, four people have died and three others have been injured. pic.twitter.com/z14SKMjyuK
— ANI (@ANI) July 20, 2023
- Advertisement -
રાયગઢ જિલ્લાના ખાલાપુર તહસીલના ઈરશાલવાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ભારે ભૂસ્ખલન થયું હતું. પહાડની માટી આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. ભૂસ્ખલનની માટીમાં 17 મકાનો દટાયા હોવાની આશંકા છે. આ આદિવાસીઓનું ગામ છે. આ દુર્ઘટના મધ્યરાત્રિએ થઈ ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 25થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at the site of the landslide in Irshalwadi village of Khalapur tehsil of Raigad district.
According to the Raigad police, four people have died and three others have been injured. Rescue operation is underway. pic.twitter.com/nu087axCrz
— ANI (@ANI) July 20, 2023
50 લોકો દટાયા
મળતી માહિતી મુજબ ગામમાં લગભગ 200 થી 250 લોકો હતા. કાટમાળ નીચે 50 લોકો દટાયા હોવાની આશંકા છે. પહાડની માટી સરકવાને કારણે આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું હતું. કેટલાક લોકો પોતાની મેળે બહાર આવી ગયા હતા. તેથી તે કહેવું મુશ્કેલ છે કે, ઘટના સમયે ત્યાં કેટલા લોકો હાજર હતા.