જૂનાગઢના બિલ્ડરોને બાંધકામ મંજૂરી નહિ મળતા ધંધો ઠપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓક્ટોબરથી ફેબુઆરી સુધી કોઈને બાંધકામ મંજુરી મળી નથી તે બાબતે લઈને ઝાંઝરડા રોડ, જોશીપુરા, ખલીલપુરના 50થી વધુ બિલ્ડરો કોર્પોરેશન રજૂઆત કરવા પહોચ્યા હતા. બિલ્ડરોએ મનપાના ડે.કમિશનર, મેયર અને વિપક્ષને રજૂઆત કરી હતી કે છેલ્લા 8 માસથી મનપા દ્વારા નવા બાંધકામની મંજુરી આપવામાં આવી મ નથી. બિલ્ડરો દ્વારા નવા બાંધકામની પરવાનગી મેળવવા માટે મનપા કચેરીએ ધક્કા ખાવા પડે છે. અને અરજી કરવા આવેલ બિલ્ડરોને જુનાગઢ વિકાસ સતા મંડળ (જુડો)માં અરજી કરવા જાણવી દેવામાં આવે છે. તેમજ મનપાના નિયમોને અ નુસાર નાના બાંધકામો કરે છે. તેમજ બિલ્ડીંગ લાઈનના વ્યવસાય સાથે સંકળાયેલા નાના કોન્ટ્રાકટરો,કારીગરો અને છુટક મજુરો વ્યવસાય વિનાના થઈ ગયા જેવી પરીસ્થિતિ આવી ગયેલ છે તેમ બિલ્ડર એસો.એ જણાવ્યું હતું