આત્મિય યુનિ.થી શરૂ થનાર સાયક્લોફનનો રૂટ મેપ સાથે જાહેર
રજિસ્ટ્રેશન કરાવનારે રોટરી લલિતાલય ખાતેથી સવારે 10.30થી સાંજે 7 સુધીમાં કિટ મેળવી લેવી
- Advertisement -
ઑનલાઇન રજિસ્ટ્રેશન પૂર્ણ: સ્પોટ રજિસ્ટ્રેશન મર્યાદિત સમય માટે રોટરી મીડટાઉન લાયબ્રેરી, અમીન માર્ગ ખાતે કરવાની છેલ્લી તક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
ગેટ…સેટ…ગો… રવિવારે રાજકોટ રોટરી મીડટાઉન દ્વારા ફિટ ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના મોટો સાથે આયોજન કરવામાં આવનાર આ ઈવેન્ટ થીયા થીયરી ઓફ એજ્યુકેશન દ્વારા પ્રસ્તુત તેમજ રાજકોટ મહાનગરપાલિકા અને શહેરના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા ગુજરાત પોલીસ અને આત્મિય યુનિવર્સિટીના સમર્થન સાથે રાજકોટ સાયકલ ક્લબના આ સાયક્લોફન મહાકાર્નિવાલની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.
સાયક્લોફનનું ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયું છે. સ્પોટ રજીસ્ટ્રેશન મર્યાદિત સમય માટે રોટરી મીડટાઉન લાયબ્રેરી, અમીન માર્ગ ખાતે કરવાની છેલ્લી તક હજી છે. તો રજિસ્ટ્રેશન બાકી હોય તેમને વહેલી તકે કરાવી લેવું.
રાજકોટના રાજમાર્ગો પર 4000 થી વધુ સાયકલો રવિવારે દોડતી જોવા મળશે. સાયક્લોફનમાં ભાગ લેનાર સ્પર્ધકોએ તા. 3 અને તા. 4 ના રોજ સવારે 10:30 થી સાંજે 7 સુધીમાં રોટરી લલિતાલય હોસ્પીટલ, પેટ્રિયા સૂટ સામેથી પોતાની કિટ મેળવી લેવાની રહેશે.
સાયક્લોફનને આત્મિય યુનિ. થી સવારે 6.30 કલાકે ફ્લેગઓફ અપાશે. સ્પર્ધકોએ સવારે 6 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું રહેશે. આત્મિય યુનિવર્સિટીથી શરૂ કરી કે.કે.વી સર્કલ, રૈયા સર્કલ, શિતલ પાર્ક સર્કલ, અયોધ્યા સર્કલ પહોંચી યુ-ટર્ન લઇ નાનાવટી સર્કલ થી સીધા નાનામોવા સર્કલ, મવડી સર્કલ, પુનિત નગર સર્કલ પહોંચી ફરી યુ-ટર્ન લઇ ઉમિયા સર્કલથી ફરી કે.કે.વી સર્કલ પહોંચી ત્યાંથી આત્મિય યુનિવર્સિટી પહોંચવાનું રહેશે. તમામ રૂટ પર રાજકોટ પોલીસ અને મેડીકલ ઇમરજન્સીની સુવિધા ઉપલબ્ધ રહેશે.
સ્પર્ધકોએ પાણીની બોટલ સાથે રાખવા અને પોતાની સલામતીનું ખાસ ધ્યાન રાખવા અનુંરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, બરાબર 8.30 કલાકે અત્મિય યુનિ. ખાતે લક્કી ડ્રો યોજાશે. વધુ વિગત માટે 6356611610 અને 7405513468 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.