પ્રથમ નોટિસ ધ્યાને ન લેતા બીજી નોટિસ ફટકારવામાં આવી છતાં ગેરકાયદે દબાણ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા નજીકના દિવસોમાં સ્ટેટ હાઇવેની પહોળાઈ તથા નવનિર્માણ હાથ ધરવામાં આવનાર છે ત્યારે રોડ સાઈડમાં શેડ, દુકાન મુકી દબાણ કરનારને દબાણ હટાવવા માટે લેખિત સુચના આપી દેવામાં આવી છે સુરેન્દ્રનગર આર એન્ડ બી વિભાગ દ્વારા થોડા મહિના પહેલા દસાડા તાલુકાના માલવણથી નાવીયાણી અને ખારાઘોડાથી ફુલ્કી સુધી અંદાજે 150થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી છતા દબાણ કરનાર દબાણ યથાવત રાખતા આર એન્ડ બી વિભાગ દ્વારા બીજી નોટિસ ફટકારવામાં આવી છે
- Advertisement -
વિભાગ દ્વારા નોટિસની કામગીરી હાથ ધરવામાં આવી છે છતાં અમુક દબાણ કરતા પાક્કી દિવાલ પણ બનાવી રહ્યા છે જાણે સરકારી નોટીસનો તેમને કોઈ ફેર ન પડતો હોય તેવું લાગી રહ્યું છે રોડ સાઈડમા દબાણ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થવા પામી રહી છે કારણ કે રોડ સાઈડ પર શેડ ખડકી દેવાના કારણે વાહન પાર્ક કરવાની સમસ્યા ઉભી થવા પામી છે ત્યારે આર એન્ડ બી વિભાગ દ્વારા આપવામાં આવતી નોટિસ બાદ પણ દબાણ યથાવત જોવા મળી રહ્યુ છે જો દબાણ કરનાર દ્વારા પોતાની રીતે દબાણ હટાવવામાં નહીં આવે તો વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તેવો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે