ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
અદ્યતન જીવનશૈલીને પગલે ડાયાબિટિસ, હાયપરટેન્શનની સમસ્યા ધરાવનારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 16.23 લાખ લોકોને હાયપર ટેન્શન, 11 લાખથી વધુ ડાયાબિટિસ હોવાનું સામે આવ્યું છે. પ્રવર્તમાન સમયમાં ડાયાબિટીસ જીવનશૈલી આધારિત હાયપર ટેન્શન જેવા જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પ્રકારના રોગોને નોતરી શકે છે.
- Advertisement -
કેન્સરના રોગની તપાસ કરવામાં આવે છેરાજ્ય સરકાર દ્વારા બિન ચેપી રોગના નિવારણ માટે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યમાં સબ સેન્ટરથી લઇને સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે વિના મૂલ્યે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. દર બુધવારે બહેનોનું પણ સ્ક્રીનિંગ કરાય છે. 30થી વધુ વયની કોઈ પણ વ્યક્તિ સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈને વિના મૂલ્યે પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કરાવી શકે છે. જેમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદયરોગ, લકવો અને કેન્સરના રોગની તપાસ કરવામાં આવે છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 30થી વધુની વયના કુલ 3.69 કરોડ નાગરિકો એનરોલ્ડ છે. જેમાંથી 3.43 કરોડ વ્યક્તિઓએ કમ્યૂનિટી બેઝડ એસેસમેન્ટ ચેકલીસ્ટ ફોર્મ ભર્યું છે. જેમાંથી 2.54 કરોડ લોકોનું પ્રથમ વખત સફળતાપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ પૈકી 16 લાખ 23 હજાર લોકોને હાયપરટેન્શન અને 11 લાખ 07 હજારને ડાયાબિટીસ જ્યારે 6 હજાર 900 જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે.