હિન્દુમાંથી બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા કરાયેલી અરજીઓ પેન્ડિંગ
અમુક અરજીઓ સામૂહિક પરિવાર માટે થઈ તો અમુક અરજીઓમાં વ્યક્તિગત ધર્મ પરિવર્તન માટે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ધર્મ પરિવર્તન માટે 100થી વધુ અરજી આવી છે. જેમાં હિંદુ ધર્મમાંથી અન્ય ધર્મ અપનાવવા મંજૂરી માટે અરજી આવી છે. તેમાં બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અરજીઓ આવી છે. 6 મહિનામાં જ 100 કરતા વધુ અરજીઓ મળી છે.
હિંદુવાદની વાતો વચ્ચે 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજીઓ કરી છે. બોદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટેની અલગ અલગ અરજીઓ થઈ છે.હિંદુઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે મિશનરી સંસ્થાઓ સક્રિય થઇ છે.
છેલ્લા છ મહિનામાં રાજકોટ જેવા શહેરમાં 100 જેટલી અરજીઓ થતા હિંદુવાદ અને સનાતન ધર્મની વાતો કરતા લોકો પર સવાલ ઉઠી રહ્યાં છે. અમુક અરજીઓ સામૂહિક પરિવાર માટે થઈ તો અમુક અરજીઓમાં વ્યક્તિગત ધર્મ પરિવર્તન માટે થઇ છે.
રાજકોટના અધિકારીઓએ મીડિયાને માહિતી ન આપી પરંતુ રાજકોટના જાગૃત મીડિયાએ જાતે માહિતી મેળવી લીધી છે.
છેલ્લા થોડા સમયથી રાજકોટ શહેર અને જિલ્લામાં સરકાર સામેની નારાજગીના કારણે અનુસૂચિત જાતિના લોકો બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. જેના માટે જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવતી હોય છે. છેલ્લા 6 મહિનામાં કલેક્ટર કચેરી ખાતે ધર્મ પરિવર્તન માટેની 100થી વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
તંત્ર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવે તેવી લોક માગણી
છેલ્લા થોડા સમયથી લવ જેહાદના નામે હિંદુ યુવતીઓને ફોસલાવીને વિધર્મીઓ દ્વારા બળજબરીથી મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. જેના માટે એક સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. અગાઉ પણ અનેક અનુસુચિત જાતિના લોકોએ સામુહિક બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. એવામાં આ રીતે ધર્મ પરિવર્તનનો સિલસીલો અટકાવવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવે તેવી લોક માગણી શરૂ
થઇ છે.