જૂનાગઢ ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા અંતર્ગત પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે નાયબ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢની સુચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર દક્ષિણ પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં આવતા સરક્યુલર રોડ થી બાવળકાંટ વિસ્તારમાં વન વિભાગના 10 મજુરો અને શ્રીમતિ એન.બી.કાંબલીયા ક્ધયા વિદ્યાલય, જૂનાગઢના 60 શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અંદાજિત 700 કિ.ગ્રા. જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવામાં આવેલ છે. પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં જાંબુડી રાઉન્ડના સરકડીયા ઘોડી વિસ્તારમાં પટેલ સાયન્સ સ્કુલના 70 શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા 850 કિ.ગ્રા. પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવામાં આવેલ છે.આમ, વન વિભાગના સ્ટાફ, મજુરો, શ્રીમતિ એન.બી.કાંબલીયા ક્ધયા વિદ્યાલય, જૂનાગઢ અને પટેલ સાયન્સ સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી અંદાજિત 1.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પરથી વધુ 1.5 ટન જેટલો પ્લાસ્ટિક કચરાનો નિકાલ
Follow US
Find US on Social Medias