ખાસ-ખબર સંવાદદાતા
લાંબા સમયથી મોરબીવાસીઓને જેની આશા હતી તે મેડિકલ કોલેજ શરૂ થવાની ઘડીઓ ગણાવવા લાગી છે. ગિબ્સન મિડલ સ્કુલમાં તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો સિવિલ હોસ્પિટલના બોર્ડમાં પણ ૠખઊછજ સિવિલ હોસ્પિટલનું બોર્ડ લાગી ગયું છે.
મોરબીના સામાકાંઠે આવેલ એલ ઈ કોલેજની હોસ્ટેલને હાલ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં તબદીલ કરવાની તૈયારી ચાલી રહી છે તો બીજી તરફ રાજયમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા પણ મેડિકલ કોલેજની કામગીરી બાબતમાં સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બાબતે સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પંચાયતમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, કોલેજ માટે વધુ જમીન ફાળવવામાં આવે ઉપરાંત બિલ્ડીંગ બનાવતી વખતે પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
- Advertisement -
પ્રથમ વર્ષના આયોજનની તમામ વિગતો મેળવી મંત્રીએ હોસ્ટેલ રીપેરીંગની કામગીરી ઝડપી કરવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ- મોરબીના ઈન્ચાર્જ ડીન નિરજકુમાર વિશ્વાસ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર ઝાલા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, એલ.ઈ.કોલેજના પ્રતિનિધિ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દુધરેજીયા સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.