ભારતમાં કુલ 169 અબજોપતિઓમાંથી 63 મુંબઈમાં, 39 દિલ્હીમાં તથા 21 બેંગ્લોરમાં વસે છે
ભારતના વધતા આર્થિક વિકાસ વચ્ચે ધનપતીઓની સંખ્યામાં પણ સતત વૃધ્ધિ થઈ રહી છે. દુનિયામાં સૌથી વધુ અબજપતિઓ ધરાવતા રાષ્ટ્રોમાં ભારતનું ત્રીજુ સ્થાન છે.મહત્વની વાત એ છે કે બ્રિટન, સ્વીટઝરલેન્ડ, જાપાન જેવા વિકસીત દેશો કરતાં ભારતમાં વધુ ધનકુબેરો છે.
- Advertisement -
વર્લ્ડ ઓફ સ્ટેટસટીકસનાં રીપોર્ટ પ્રમાણે ભારતમાં અબજપતિઓની સંખ્યા 169 છે.સૌથી વધુ 735 અબજપતિઓ અમેરીકામાં છે.બીજા ક્રમે ચીનમાં 495 અબજપતિ છે.જર્મની, ઈટલી, કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલીયા,ફ્રાંસ, સ્વીઝરલેન્ડ, જાપાન જેવા ‘રઈસ’ દેશો કરતા પણ ભારતમાં સંખ્યા વધુ છે.ટોપ-14 અબજપતિ ધરાવતા રાષ્ટ્રોની યાદીમાં છેલ્લુ સ્થાન જાપાનનું છે. જયાં માત્ર 50 અબજપતિઓ છે.100 થી વધુ અબજોપતિ હોય તેવા રાષ્ટ્રો માત્ર પાંચ છે અને તેમાં અમેરીકા, ચીન, ભારત, જર્મની તથા રશીયા સામેલ છે.
ભારતની વાત કરવામાં આવે તો ફોર્બ્સની યાદી પ્રમાણે દેશમાં સૌથી વધુ 66 અબજોપતિઓનો વસવાટ માત્ર મુંબઈમાં છે. દિલ્હીમાં 39 અબજપતિઓ પણ બેગંલોરમાં 21 છે.દુનિયામાં સૌથી ધનિક વ્યકિત ફ્રાંસનાં બર્નાર્ડ આરનોલ્ટ છે.તેઓની કુલ સંપતી 236.1 અબજ ડોલર છે.ટોપ-10 અબજોપતિઓમાંથી સાત માત્ર અમેરીકાનાં છે. એલન મસ્કની સંપતી 17405 અબજ ડોલરની છે. જર્મનીમાં 126, રશીયામાં 10.5 તથા હોંગકોંગમાં 66 અબજપતિ છે.
ભારતના ટોપ-10 ધનવાન
નામ —– સંપતિ
મુકેશ અંબાણી —– 87 અબજ ડોલર
ગૌતમ અદાણી —– 48.3 અબજ ડોલર
શિવ નાદર —– 24.5 અબજ ડોલર
સાઈરસ પુનાવાલા —– 22.6 અબજ ડોલર
સાવિત્રી જીંદાલ —– 17.9 અબજ ડોલર
લક્ષ્મી મીતલ —– 16.9 અબજ ડોલર
દિલીપ સંઘવી —– 16.2 અબજ ડોલર
રાધાક્રિશ્ન દામાણી —– 15.8 અબજ ડોલર
કુમાર બિરલા —– 14.9 અબજ ડોલર
- Advertisement -