PGVCL ટીમ વીજ કનેક્શન કાપ્યા, અન્ય હૉસ્પિટલ સામે પણ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
- Advertisement -
રાજકોટ દુર્ઘટના બાદ મોરબીમાં સરકારી તંત્ર કામે લાગ્યું છે. વર્ષોથી ફાયર સેફટી વિના ધમધમતી હોસ્પિટલ સહિતના બિલ્ડીંગની તપાસ આખરે શરુ કરવામાં આવી છે. જેમાં ફાયર એનઓસી અને બિયું સર્ટીફીકેટ ના હોવાથી એક હોસ્પિટલ અને એક પેથોલોજી લેબોરેટરીને સીલ કરવામાં આવી છે. તો અન્ય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ તંત્રએ લીધેલા એક્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરી અને પાલિકાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે 25 જેટલી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર ગઘઈ અને બિયું સર્ટીફીકેટ ના હોવાથી ઓમ ઈએનટી હોસ્પિટલ અને અઇઘ પેથોલોજી લેબોરેટરીને સીલ કરી સંપૂર્ણ બંધ કરવામાં આવી છે.
તો તે ઉપરાંત સાવસર પ્લોટમાં આવેલ પરમેશ્વર પ્લાઝામાં આવેલ અમૃતમ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્પ્લેક્ષમાં આવેલ 4-5 હોસ્પિટલમાં હાલ ઓપીડી બંધ કરાવવામાં આવ્યું છે. જોકે હોસ્પિટલમાં દર્દીઓ એડમિટ કરેલ હોય જેથી દર્દીઓને ડીસ્ચાર્જ કર્યા બાદ બંધ કરવાની કાર્યવાહી કરાશે તેમ ફાયર ઓફિસરે જણાવ્યું હતું. તો ફાયરની ટીમ ઉપરાંત પીજીવીસીએલ ટીમ વીજ કનેક્શન કટ કરવા પહોંચી ગઈ હતી.