ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
મોરબી જિલ્લો બન્યા બાદ તમામ શહેરીજનો ને આશા હતી ગેરકાયદેસર ઇમારત પર બુલડોઝર ફરશે પણ આશા સદા નિરાશા જ હોય એ કહેવત સાબિત થઈ…ત્યાર બાદ નગરપાલિકા ને મહાનગપાલિકા નો દરજ્જો મળશે ત્યારે ગેરકાયદેસર ઇમારતો પર જેસીબી મ.પા નું ફરશે તેવી આશા એ ફરી જન્મ લીધો પરંતુ અહીં પણ નિરાશા મળી .હા જરૂર થી બુલડોઝર,જેસીબી,ફર્યું પણ ગરીબોના છપરા, કાચા મકાન,સરકારી જમીન પર દબાણો હતા ત્યાં .કેમ રવાપર ગ્રામપંચાયત ની હદમાં આવેલ ગેરકાયદેસર ઇમારતો પર મ.પા નું જેસીબી,બુલડોઝર ના ફળ્યું ? કેમ અહીં વન વિક વન રોડ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ નથી થતી ??
ખેર મોરબી શહેરની માનસિકતા ગાંધીનગર સુધી ચર્ચામાં છે… હાલ તો આપણે એ વાત કરવી છે કે નમાલા માર્ગમકાન વિભાગ ને રવાપર ઘુનડા રોડ પર દબાણ દેખાયું છે અને કમળ કસી છે
શનાળાથી રવાપર- ઘુનડા રોડ વચ્ચે આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને અનેક દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. સાથે ગેરકાયદે લાગેલા બેનરોને પણ હટાવવામાં આવ્યા હતા
માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત)ના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાના જણાવ્યા મુજબ મોરબીના શનાળા ગામથી રવાપર- ઘુનડા જતા 3 કિમીના રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આજે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ રોડ હમણાં જ માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. જેથી રોડ ઉપર નડતરરૂપ દુકાનોના ઓટલા અને એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ જેવા 15 દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે 45 જેટલા બેનરો પણ હટાવવામાં આવ્યા હતા



