ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. 20 ને રવિવારના રોજ અન્ડર 19 ક્રિકેટ ટીમ અને અન્ડર 16 ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં તા. 20 ને રવિવારે સવારે 8 : 30 થી 10 સુધી અન્ડર 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે જેમાં 01-09-2009 થી 31-08-2011 જન્મતારીખ ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે જે ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટી શરત તેમજ સ્પોર્ટ્સ શૂઝ પહેરીને પોતાની ક્રિકેટ કીટ સાથે લઈને આવવાનું રહેશે.
તેમજ તા. 20 ને રવિવારે સવારે 10 : 30 થી બપોરે 12 સુધી અન્ડર 19 ક્રિકેટ ટીમ માટે ખેલાડી પસંદગી કરવામાં આવશે જેમાં તા. 01-09-2006 થી 31-08-2009 સુધીમાં જન્મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટીશર્ટ પહેરી તેમજ સ્પોર્ટ્સ શુંઝ પહેરીને આવવાનું રહેશે અને પોતાની ક્રિકેટ કીટ સાથે લાવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયામાં આવનાર ખેલાડીઓએ પોતાના 2 ફોટોગ્રાફ, એજ્યુકેશન આઈ કાર્ડ, બર્થ સર્ટીફીકેટ, રેસીડેન્ટ પ્રૂફ, જોબ સર્ટીફીકેટ, આધાર કાર્ડ અને છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ, પાનકાર્ડ અને કેન્સલ ચેક સહિતના ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.