ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માનવ સેવા એકતા સમિતિ પ્રેરિત મોરબી રોડ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત મોરબી રોડ વિસ્તાર કૃષ્ણમય બની જાય એ માટે જકાત નાકા ચોક પર આવેલા સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, ખોડિયાર મંદિર નવનાથ મઢુલીએ જન્માષ્ટમી અંતર્ગત રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજોયો હતો. આ ધ્વજારોહણની સાથે વૃક્ષોના રોપાનું અને રક્ષાદોરી, કેસરી ઝંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
- Advertisement -
તેમજ જય જવાન રોડ, રાજચામુંડા ચોક ખાતે વાસંગીદાદાના મંદિરે નાગપાંચમના દિવસે વેપારીઓએ નાગદેવતાની પૂજા, મહાઆરતી ત્યાર બાદ પેંડા, ચેવડો, વેફર્સના પ્રસાદનું આયોજન કરીને આ રીતે નાગપાંચમની ઉજવણી કરી હતી. મોરબી રોડ વેપારી એસોસિએશનના માર્ગદર્શન હેઠળ જૂના મોરબી રોડ પર જય મા મોગલ ગ્રુપે તથા ઠાકર ચોક ખાતે શ્રી ઠાકર યુવા ગ્રુપ દ્વારા અદ્ભુત મંડપ ડેકોરેશન, લતા સુશોભનના હીંડોળા દર્શન, નંદલાલ કૃષ્ણ ભગવાનના સોહામણા ગીતોની જોરદાર રમઝટ ચાલુ રહેશે. જન્માષ્ટમીના દિવસે મટકીફોડ કાર્યક્રમ અને બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.