એસપી અને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક: જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી તરીકે તાજેતરમાં જ નિયુક્ત થયેલા બાહોશ અને કડક અધિકારી નિર્લિપ્ત રાય આજે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં રેન્જ આઈજી તરીકેની મહત્વની જવાબદારી સંભાળ્યા બાદ મોરબી જિલ્લાની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમની આગમનથી પોલીસ બેડામાં ભારે સળવળાટ જોવા મળ્યો હતો.
મુલાકાત દરમિયાન નિર્લિપ્ત રાયે મોરબી જિલ્લા પોલીસ વડા (એસપી), તમામ ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જિલ્લામાં ગુનાખોરીના પ્રમાણ, કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ તેમજ ટ્રાફિક અને અન્ય જટિલ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્યંત શિસ્તબદ્ધ અને બાહોશ અધિકારીની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયની આ મુલાકાત આગામી સમયમાં જિલ્લામાં ગુનેગારો પર લગામ કસવા અને પોલીસ કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.



