નગર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક શાખાની સ્પેશિયલ ડ્રાઈવ: નિયમ ભંગ બદલ 9,000નો દંડ વસૂલાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
- Advertisement -
ટ્રાફિક સમસ્યા નિવારવા કાર્યવાહી મોરબી શહેરમાં માર્ગ નિર્માણના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ખાસ કરીને નગર દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારોમાં રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા પોલીસ અધિક્ષકની સૂચનાથી કડક ઝુંબેશ હાથ ધરાઈ હતી.
દંડનીય અને કાયદેસરની કાર્યવાહી મોરબી સીટી ટ્રાફિક પોલીસે હાથ ધરેલી સ્પેશિયલ ડ્રાઈવમાં મોટર વ્હીકલ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર 6 રિક્ષાઓને કલમ 207 હેઠળ ડિટેન કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય 18 રિક્ષાચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી કુલ ₹9,000નો સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી નિયમ વિરુદ્ધ રિક્ષા ઉભી રાખતા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.



