ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા નાગરિકોના ખોવાયેલા છ મોબાઈલ ફોન શોધી કાઢીને રૂપિયા એક લાખની કિંમતના ખોવાયેલા મોબાઈલ પરત આપ્યા હતા. મોબાઈલ ફોન એ આજની જીવનશૈલીનો એક ભાગ છે હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી થાય છે ત્યારે મોરબી પોલીસે ખોવાયેલા મોબાઇલો શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા. મોરબી જીલ્લા પોલીસ વડાની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસની ટીમ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા કાર્યરત હતી જેમાં સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા, કલ્પેશભાઇ ગાંભવા અને ધર્મેન્દ્રભાઇ રાંકજાએ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી રૂપિયા 1 લાખની કિંમતના છ જેટલા મોબાઈલો શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને સાર્થક કરી હતી.
મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા છ મોબાઈલ ફોન શોધીને પરત કર્યા
