ખાસ-ખબર ન્યૂઝ મોરબી
રાજકોટ એસીબી નિયામકની સૂચનાથી મોરબી વિભાગ એસીબી ટીમે મોરબી પીજીવીસીએલ વિભાગીય કચેરી-1માં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતાં કલાસ-1 અધિકારી મીનેશ અરજણભાઈ જાદવ અને પ્રજાજન પ્રવીણ નાનજીભાઈ માકાસણાને રાજકોટ એસીબીએ 20 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીના સૂત્રોએ જણાવ્યું કે ફરિયાદીની કંપની સોલાર પેનલ લગાવવાનું કામકાજ કરે છે.
- Advertisement -
ફરિયાદીએ બે કંપનીના સોલાર પ્લાન્ટનું કામકાજ કર્યું હતું. જેમાં સમયસર ઈલેકટ્રિક મીટર લગાવવા અને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવા નાયબ ઈજનેર મિનશ જાદવે રૂા. 20 હજારની લાંચ માગી હતી.
જેથી આરોપી ને ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા હોય રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ સમક્ષ ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ જે.એમ.આલ અને ટીમે લાંચની ટ્રેપ ગોઠવી હતીતે વેળા એ આરોપી નાયબ ઈજનેર મીનશ જાદવ નક્કી થયા મુજબ ફરિયાદી વેજીટેબલ રોડ પર આવેલી પીજીવીસીએલ કચેરીની બહાર લાંચ લેવા આવ્યા હતા.
તે સમયે નાયબ ઈજનેર જાદવે ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ વચેટિયા પ્રવીણને આપવાનું કહ્યું હતું. અને પ્રવીણે ફરિયાદી પાસેથી 20 હજારની લાંચની રકમ સ્વીકારતાં ટ્રેપમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. સ્થળ પરથી નાયબ ઈજનેર જાદવ પણ મળી આવતાં તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
એસીબીએ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ અંગે એસીબી નિયામક કે એચ ગોહિલ ની સૂચનાથી આ અંગેની તપાસ અન્ય ટીમને સોપવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટના હાઈલેન્ડ એપાર્ટમેન્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધરતી એસીબી
20 હજારની લાંચમાં ઝડપાયેલા મોરબીના નાયબ ઈજનેરના રાજકોટ ખાતે રૈયા રોડ પર શાંતિનગર નજીક સ્વસ્તિક હાઇલેન્ડ એપાર્ટમેન્ટ ખાતે એસીબીએ મીનશ જાદવના ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, સર્ચ બાદ તપાસના અંતે તેના મકાનમાંથી કેટલી અપ્રમાણ સર મિલકત અને સંપત્તિ મળી આવી તે અંગે બહાર આવશે.



