ખાસ-ખબર સંવાદદાતા
‘જળ એ જ જીવન’ સૂત્રને ચરિતાર્થ કરતું અભિયાન એટલેનલ સે જલ અભિયાન.જીવન અમૃતએવા પાણીને ઘર-ઘર સુધી પહોંચાડવાના ભગીરથ ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટ 2019ના રોજજલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો જે મિશનના પરિણામ સ્વરૂપ મોરબી જીલ્લો ગ્રામીણ સ્તરે 100 ટકાઘર-ઘર નળ જોડાણ ધરાવતો જીલ્લો બન્યો છે.
ગુજરાતના વિકાસ પથ પર કદમ સાથે કદમ મિલાવીને દોડી રહેલા મોરબી જીલ્લામાંઆ યોજનાના પ્રારંભે 15 ઓગસ્ટ 2019ની સ્થિતિએ 342 ગામડાના કુલ 1,85,100 જેટલા ઘરમાંથી 1,70,747 ઘર નળ જોડાણ ધરાવતા હતા એટલે કે 92.25 ટકા નળ કનેક્શન હતા. નલ સે જલઅંતર્ગત પાણીનું જોડાણ પહોંચાડવામાં બાકી રહેલા 14,353 ઘરને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા અને છેવાડાના ગામડાઓમાં પણ ઘર-ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું જેથી મોરબી જિલ્લો 100 ટકા હર ઘર નળ જોડાણ ધરાવતો જીલ્લો બન્યો છે.
- Advertisement -
સરકાર દ્વારા 5,65,31,575 જેટલી અંદાજિત રકમની 50 જેટલી યોજનાઓ અમલી બનાવવામાં આવી અને વાસ્મો લાગી ગયું. આ ઘર-ઘર સુધી પાણી પહોંચાડવાના કાર્યમાં ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ મોરબી જીલ્લામાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાં દરેક ઘરે નળ જોડાણ મળે તે હેતુથી હયાત તથા વિસ્તારવાની કે વિકસાવવાની સુવિધા બાબતે સ્થાનિક અગ્રણીઓ, ગામના સરપંચો, તલાટીઓ તથા પાણી સમિતિઓને સાથે રાખી વાસ્મોની ટીમ દ્વારા જરૂરિયાત મુજબ લોકભાગીદારી આધારિત યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું અને આવી રહ્યું છે. આમ, મોરબી જીલ્લાના 05 તાલુકાના 342 ગામના 1,85,100 ઘરનેસો ટકા નળ જોડાણ આપવાનું આ અભિયાન સાર્થક બન્યું. નળ કનેક્શન દ્વારા પાણી સીધું પહોંચ્યું લોકોના ઘર સુધી જેથી, માથે બેડાં સાથે નારીની વ્યથા પણ હવે ભૂતકાળ બની છે.