ખાસ-ખબર ન્યૂઝ મોરબી
2025-26 ની ક્રિકેટ સિઝનમાં નિશાંત જાની જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વૂમન્સ ટીમના હેડ કોચ તરીકે u-23, u-19, u-17ના કાર્યરત કોચ છે અને બીસીસીઆઈ લેવલ 2 અને આઈસીસી લેવલ 3 સર્ટિફાઈડ કોચ છે અને 100 + ઇન્ટરનેશનલ ક્રિકેટર્સને મેન્ટોરીંગ અને કોચિંગ આપી ચુક્યા છે. તેઓ હાલ ઇન્ડિયા વૂમન્સ વર્લ્ડ કપ ચાલે છે તેમના લગભગ અડધી ટીમ વેસ્ટ ઝોનની ટીમમાં રમશે જેમાં હેડ કોચ તરીકેની ભૂમિકા નિભાવશે મોરબી અને સૌરાષ્ટ્ર માટે ગર્વની વાત છે આ લેવલ પર જયારે ક્રિકેટની દુનિયામાં આપડું મોરબીનું નામ રોશન કરશે એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી મોરબીમાં પણ હેડ કોચ તરીકે કાર્યરત છે તો મોરબીના ક્રિકેટર્સને એક્સ્પીરીયનસનો લાભ આવનાર ભવિષ્યમાં મળશે.
આ પ્રસંગે મોરબી ડીસ્ટ્રીકટ એસોસીએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છા આપી હતી કે ઇન્ડિયાની ટીમ સુધી પહોંચે અને વધારે સક્સેલ પ્રાપ્ત કરે. નિશાંત જાનીએ જયદેવ શાહ જે બીસીસીઆઈના એપેક્ષ કાઉન્સિલમાં સ્થાન મેળવ્યું અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડેન્ટ છે તેમનો અને કમિટીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ એક બહુ મોટી ઓપરચ્યુંનીટીને સક્સેલફૂલી બનાવીશ આ સિઝનમાં ટ્રોફી જીતીને.



