400 જેટલા લાભાર્થી પરિવારોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા આવેદન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકા દ્વારા શેરી ફેરીયાના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ લાભાર્થીઓને એક જ સ્થળે નિયત સમયે તમામ યોજનાઓનો લાભ એકસાથે મળી રહે અને તેમની રોજગારી પર અસર ન થાય તે માટે તા. 20 અને 21 જુલાઈ 2023 ના રોજ બે દિવસીય કેમ્પનું આયોજન કાયાજી પ્લોટ સ્થીત કોમ્યુનીટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ભારત સરકારની પી.એમ સ્વનિધી યોજના અંતર્ગત આપવામાં આવતી લોનના લાભ માટે તેમજ પી.એમ. સુરક્ષા વીમા યોજના, પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજના, પી.એમ. જનધન યોજના, શ્રમયોગી માનધન યોજના, વન નેશન વન રેશન કાર્ડ યોજના, માતૃવંદના અને જનની સુરક્ષા યોજના, બાંધકામ શ્રમયોગી કલ્યાણ યોજના વગરેનો શહેરી શેરી-ફેરીયાઓને લાભ અપાવવા મોરબી નગરપાલીકા દ્વારા એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંદાજે 400 જેટલા લાભાર્થી પરિવારોએ હાજરી આપી વિવિધ યોજનાઓનો લાભ લેવા આવેદન કર્યું હતું અને આગામી સમયમાં પણ આવા કેમ્પોના આયોજન થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે મોરબી નગરપાલિકાએ આ તકે તત્પરતા દાખવી હતી.