ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.1 લાખથી વધુ રકમના 257 મિલકત ધારકોને ગત તારીખ 01/01/2025 થી તારીખ 09/02/2025 સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાંથી 42 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા 9 મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ રૂ.75,000 થી રૂ.1,00,000 સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી.ગત તારીખ 15/02/2025 ના રોજ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજય કુમાર સોની તથા ટેકસ શાખાની ટીમ દ્વારા 6 મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવી હતી.
મોરબી મહાપાલિકા દ્વારા મિલકત જપ્તી અને ટાંચની પ્રક્રિયા હાથ ધરાઇ
