600 લાઈટ રીપેર કરાઈ તેમજ 200 નવી લાઈટ નંખાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા ટેન્ડર મુજબનું મટિરિયલ આવ્યા બાદ મોરબીમાં લાઈટો ચાલુ કરવાનું તેમજ લાઈટો રીપેર કરવા માટેનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે અને જયા જરૂૂર લાગે ત્યાં લાઈટો બદલીને નવી લાઈટો નાખવામાં આવી રહી છે તેવામાં મહાપાલિકામાંથી મળતી માહિતી મુજબ તા. 9 થી 22 સુધીમાં કુલ 639 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
- Advertisement -
મોરબી મહાનગરપાલિકામાં તા. 22 સુધી આવેલ ફરિયાદો પૈકી ઘણી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે જેમા કુલ આવેલ ફરિયાદો 4250 ફરિયાદો પૈકી 3397 ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. જેમાં 25 ઠ ની 1100 નવી લાઇટો નાખવામાં આવી અને તે પૈકી જરૂૂર જણાતી 600 લાઇટો રીપેર કરીને ચાલુ કરવામાં આવી અને 110 ઠ ની 200 નવી લાઈટો નાખવામાં આવેલ છે.
જેમાં મોટા ભાગના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે જેવા કે લાયન્સ નગર, રણછોડનગર, લાતી પ્લોટનો મોટાભાગનો વિસ્તાર, ગાયત્રી નગર, ગાંધી સોસાયટી, બુધ નગર, ભડિયાડ રોડ, સો ઓરડી મેં રોડ, સોમૈયા સોસાયટી, રામ પાર્ક, યમુના નગર તથા મોરબી શહેરના મહત્વના રોડ અને અન્ય વિસ્તારોને લાઇટો નાખી તેમજ જરૂૂર જણાએ બદલી ચાલુ કરવાંમાં આવી છે.