મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ સૂચનાથી ચાડધ્રા બ્રાહ્મણી નદીપટ્ટ દરોડો પાડતા રેત માફીયાઓમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરીનો ધંધો ફુલ્યો ફલ્યો હોય તેવી બુમરા ઉઠવા પામી છે ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદ પંથકમાં આવેલ ચાડધ્રા બ્રાહ્મણી નદી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહનન કરતા તત્વો પર છાપો મારતા હિટાચી મશીન અને ડમ્પર કુલ મુદામાલ એક કરોડથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરતા ખનીજ માફીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હળવદ તાલુકાના ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીમાં રેતીનું ગેરકાયદે ખનન કરતા હિટાચી અને ડંમ્પર સાથે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર સૂચનાથી હળવદ તાલુકાના ચાડધ્રા બ્રાહ્મણી નદીપટ્ટ વિસ્તાર ટીમ દ્વારા ખાનગી વાહનથી આકસ્મિક રેડ કરતાં જેમાં કુલ 03 વાહનો અનુક્રમે (1) પીળા કલરનું જઅગઢ કંપનીનું એક્ષકેવેટર મશીન (2) ટ્રક નં.GJ 13અડ9089 (3) ટ્રક નં. ૠઉં13અડ9059 ને સાદી રેતી ખનીજના ગેરકાયદેસર ખનન તથા વહન સબબ પકડી સીઝ કરી મોજે. ચાડધ્રા નદીપટ્ટ વિસ્તાર, તા. હળવદમાં આવેલ સાદી રેતી ખનિજનાં બ્લોક નં. ઈ-11 ખાતે આગળની દંડકીય કાર્યવાહી હેતુ મુકવામાં આવેલ. આ કામગીરી માં ખાણ ખનીજ વિભાગના વિપુલ કંદોઈ (ખજ), વી.એસ.જાડેજા (ખજ) સહિતનો સ્ટાફ જોડાયો હતો, હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટીનો કારો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે,ખુલ્લેઆમ ખનીજ ચોરી ધમધમી રહી છે, છતાં સ્થાનિક તંત્ર ને દેખાતુ નથી હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ખનીજ ચોરીનો કારો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે ત્યારે રાજકોટ ફલાઈગ સ્કોવડ, ખાણ ખનીજ દરોડા પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનીજ માફીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.