મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક; કમિશનરે રૂ. 4.76 કરોડ તબક્કાવાર આપવાનું આયોજન જણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં વિકાસ કાર્યો, જન ભાગીદારી હેઠળના કામો અને નવી ભળેલી ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કમિશનરે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં ભળી ગયેલી ગ્રામ પંચાયતોની 15મા નાણાપંચની ગ્રાન્ટ વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયત મારફતે આપવામાં આવશે. આ ગ્રાન્ટ પેટે રૂ. 4.76 કરોડ તબક્કાવાર આપવાનું આયોજન છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, બેઠકમાં હાઉસ ટેક્સની વસૂલાત અને નવી ભળેલી મિલકતો પર મહાપાલિકાના નિયમ મુજબ વેરો લેવો કે પંચાયતના નિયમ મુજબ તે સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્વ ભંડોળના અને જનભાગીદારી યોજના હેઠળના પાણી-ડ્રેનેજના કામો અંગે પણ સમીક્ષા કરાઈ હતી.



