મકનસર ખાતે નવા ફ્રેટ ટર્મિનલ (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ)નું લોડિંગ શરૂ, ઉદ્યોગોને થશે લાભ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી નજીક મકનસર ગામમાં એક નવા ફ્રેટ ટર્મિનલ (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ)નું નિર્માણ થતા મોરબી અને આસપાસના ઉદ્યોગોને રેલ કનેક્ટિવિટીનો મોટો લાભ મળ્યો છે. આ ટર્મિનલ પર આજે સિરામિક ટાઇલ્સથી ભરેલી ક્ધટેનર ટ્રેનનું લોડિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી માલવહનના ખર્ચમાં ઘટાડો થશે અને ઉદ્યોગોને સમગ્ર દેશમાં પોતાનો માલ સરળતાથી મોકલવાની નવી સુવિધા મળશે.
બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સફળતા:
- Advertisement -
રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (ઇઉઞ) દ્વારા સતત પ્રયાસો કરીને નવા ગ્રાહકોને રેલવે તરફ આકર્ષવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે મકનસર સ્થિત નવા ફ્રેટ ટર્મિનલથી પહેલીવાર ક્ધટેનર ટ્રેનનું સંચાલન શક્ય બન્યું છે. આ ક્ધટેનર ટ્રેનના 56 ક્ધટેનરમાં કુલ 1824 ટન સિરામિક ટાઇલ્સનું લોડિંગ થયું છે, જેનાથી રાજકોટ ડિવિઝનને અંદાજે ₹5.94 લાખની આવક થઈ છે.
પી.એમ. ગતિ શક્તિ નીતિનો ભાગ:
જી-રાઈડ દ્વારા વિકસાવવામાં આવેલું આ નવું ફ્રેટ ટર્મિનલ, ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયનો એક સંયુક્ત ઉપક્રમ છે.
આ ટર્મિનલ દેશભરમાં આવા ટર્મિનલ વિકસાવવા માટેની પી.એમ. ગતિ શક્તિ નીતિનો એક મહત્વનો ભાગ છે. પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનોના કારણે રાજકોટ ડિવિઝનમાં આ સફળતા શક્ય બની છે અને આગામી સમયમાં આ ટ્રાફિકમાં વધુ વધારો થવાની શક્યતા છે.



