ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં અનેક લોકો હેલ્થ પરમીટ ધરાવે છે જે તમામ લોકોને ક્વોટા મુજબ શરાબ, બિયરની ખરીદી માટે રાજકોટ જવું પડે છે. આ ઉપરાંત વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીમાં બહારના રાજ્યમાંથી ટુરિસ્ટ અને વેપારીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય ગુજરાત સરકાર દ્વારા મોરબીમાં પરમીટધારકો માટે વાઈન શોપ મંજૂર કરવામાં આવી છે જેમાં મોરબીની ધ ગ્રાન્ડ વૈભવ હોટલને વાઈન શોપની મંજૂરી આપવામાં આવી છે જેથી હેલ્થ પરમીટ ધરાવતા લોકો તેમજ ખાસ કરીને મોરબી આવતા ટુરિસ્ટને બિયર, વ્હીસ્કી, વોડકા કે વાઈન માટે સ્પેશીયલ રાજકોટ નહીં જવું પડે. રાજ્યના મોટાભાગના ઔદ્યોગિક હબ ગણાતા જિલ્લામાં સરકાર દ્વારા વાઈન શોપની પરમિશન આપવામાં આવી છે જો કે સીરામીક સીટી મોરબી જીલ્લો બનવા છતાં મોરબી જીલ્લામાં એક પણ વાઈન શોપને સરકારે મંજુરી આપી ન હતી ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા મોરબીની ધ ગ્રાન્ડ વૈભવ હોટલને વાઈન શોપની મંજૂરી આપવામાં આવી છે. વાઈનશોપની મંજૂરી મળતા હવે ટૂંક સમયમાં જ ધ ગ્રાન્ડ વૈભવ હોટલમાં વાઈન શોપ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આગામી ફેબ્રુઆરી માસમાં વાઈન શોપ શરૂ થઈ જશે તેવી માહિતી મળી
રહી છે.