ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી મહાપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે અપાયેલ નોટીસને પગલે શહેરમાં જાગૃતિ વધતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 56 કોમ્પ્લેક્ષ અને 22 સમાજવાડીએ ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે. મહાપાલિકાની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ સાથે પગલાં લેવાયા હતા. અગ્નિશમન શાખા દ્વારા તા. 2 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ સ્કૂલમાં કુલ 201 બાળકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઉદ્યોગો જેવી ઇમારતોનું ફાયર સેફટી સર્ટિફિકેટ ચકાસવામાં આવ્યું હતું.
જ્યાં ફાયર ગઘઈ ન હતું, તે બિલ્ડિંગોને નોટીસ પાઠવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ દરમિયાન બે ફાયર સેફટી અપ્રુવલની અરજીઓ પણ પ્રાપ્ત થઈ છે, જેને આરએફઓ કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.



